અયોધ્યા દર્શનાર્થે જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારે રૂ. 80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક યાત્રી નિવાસ બનાવવાની જાહેરાત કરી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નિર્માણાધીન આ સંકુલમાં 308 બેડની ક્ષમતાના રૂમ અને 864 સીટીંગ કેપેસીટીનો વિશાળ હોલ ઉપલબ્ધ થશે. નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે અને આગામી એક વર્ષમાં તે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકાશે.
અયોધ્યામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે 80.25 કરોડનો યાત્રી નિવાસ
Source: Aajkaal Gujarati