વડોદરાના શેરખી-ભીમપુરા નર્મદા કેનાલમાં ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના ચાર મિત્રો નાહવા પડ્યા હતા. તીવ્ર પ્રવાહમાં આયુષ જાદવ અને પ્રિતેશ ચૌહાણ તણાઈ જતાં તેમનાં મોત થયાં, જ્યારે અન્ય બેને સ્થાનિકોએ બચાવી લીધા. ફાયર બ્રિગેડે મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વડોદરા નર્મદા કેનાલમાં બે વિદ્યાર્થીઓ ડૂબ્યા, બે બચ્યા
Source: Gujarat First