અમદાવાદના શેલા-સનાથલ વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે AMCએ ₹50 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ યોજના હેઠળ AUDAના 7 તળાવોને ઇન્ટરલિંક કરાશે અને સનાથલ લેકને કોલાટ ડ્રેઈન સાથે જોડાશે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે તેમજ વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન મળશે.
શેલા-સનાથલમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹50 કરોડનો પ્રોજેક્ટ
Source: VTV Gujarati