હિન્દુ પંચાંગ મુજબ આજે 8 ઓક્ટોબર 2026ના રોજ ત્રયોદશી શ્રાદ્ધ કરવામાં આવી રહ્યું છે. જે સ્વજનોનું અવસાન ત્રયોદશી તિથિએ થયું હોય તેમના માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. ગુજરાતમાં તેને કાકબલી અને બાલભોળની તેરસ તરીકે ઓળખવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક વિધિ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાય તેવી માન્યતા છે.
આજે ત્રયોદશી શ્રાદ્ધ, પિતૃઓના આશીર્વાદની માન્યતા
Source: VTV Gujarati