પટનાથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E925 પર 17,000 ફૂટની ઊંચાઈએ વીજળી પડી હતી. ખરાબ હવામાન વચ્ચે બનેલી આ ઘટનામાં વિમાનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું, જે બાદ પાયલટે લખનૌના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનમાં સવાર 104 મુસાફરો સહિત તમામ લોકો સુરક્ષિત છે.
17,000 ફૂટ પર ઈન્ડિગોના વિમાનને વીજળી, લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ
Source: Gujarat First