જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની બાળકી પર અત્યાચાર અને હત્યાના કેસમાં પોક્સો કોર્ટે આરોપી નીતિન ડોસાજી માણેકને ફાંસીની સજા, આજીવન કેદ અને ₹૫૦,૦૦૦ દંડ ફટકાર્યો છે. કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણાવ્યો છે. પોલીસે ૩૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને ૨૩ સાક્ષીઓ તથા ૯૫ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમ અને ન્યાયતંત્રને અભિનંદન પાઠવ્યા છે.
જામનગર પોક્સો કોર્ટે બાળકીના ખૂનમાં આરોપીને ફાંસીની સજા ફટકારી
Source: Aajkaal Gujarati