વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય બીજુકુમાર દેવાદાસને દીકરીના લગ્ન માટે લોન લેવાની ઈચ્છા વ્યક્ત કરતાં સાયબર ઠગોએ 4% વ્યાજે 5 લાખની લોન અપાવવાની લાલચ આપી. પ્રોસેસિંગ ફી, જીએસટી સહિતના બહાને 19 ટ્રાન્ઝેક્શનમાં 28.77 લાખ પડાવી લીધા. લોન ન મળતાં છેતરપિંડીનો અહેસાસ થયો અને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
વડોદરામાં લોનના બહાને 28.77 લાખની ઓનલાઈન ઠગાઈ
Source: Gujarati Jagran