મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગને લઈને CJP દ્વારા જંતર-મંતર પર સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન યોજાયું. દિલ્હીમાં 30 હજારથી વધુ પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત કરવામાં આવ્યા છે. શનિવારે પોલીસે 7,000થી વધુ લોકોની અટકાયત કરી હતી અને 20થી વધુ FIR નોંધી હતી. ટ્રેનો રદ અને મેટ્રો સ્ટેશનો બંધ કરવાના મામલે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.
જંતર-મંતર પર સતત બીજા દિવસે વિરોધ, દિલ્હીમાં 30 હજાર સુરક્ષાકર્મી તૈનાત
Source: Aajkaal Gujarati