બંગાળની ખાડીમાં 13 ઓક્ટોબર આસપાસ લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદી ગતિવિધિઓ વધી શકે છે. હવામાન વિભાગે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં 11 ઓક્ટોબરે મધ્યમ વરસાદની સાથે 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા, 21 રાજ્યોમાં વરસાદની ચેતવણી
Source: VTV Gujarati