નડિયાદના ચોકસી બજારમાં 7 ઓક્ટોબરે પાર્કિંગ વિવાદમાં દુકાનના કર્મચારી પર હુમલો થયો હતો. CCTVના આધારે પોલીસે હર્ષ બારોટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાના વિરોધમાં સોની સમાજના વેપારીઓએ બજાર અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સુરક્ષા અને આરોપીઓના જાહેર રિકન્સ્ટ્રક્શનની માંગ કરવામાં આવી છે.
નડિયાદના ચોકસી બજારમાં મારામારી બાદ વિવાદ વકર્યો, બજાર બંધ
Source: Gujarat First