કચ્છમાં આ વર્ષે સરેરાશ વરસાદના માત્ર 57 ટકા વરસાડ થતાં માલધારીઓએ પશુઓ માટે ઘાસ-પાણીની શોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામમાં હિજરત કરી છે. લખપત અને અબડાસા તાલુકામાં સૌથી વધુ ખાધ છે. માલવણમાં નર્મદા કેનાલની નજીકની જમીનો પડતર પડતાં ખેડૂતો માલધારીઓને ભેંસો ચરાવવા દે છે, પરંતુ ગૌચરની અછતથી તણાવ ઊભો થાય છે.
કચ્છમાં વરસાદની ખાધ, માલધારીઓ સુરેન્દ્રનગરમાં હિજરત કરવા મજબૂર
Source: BBC Gujarati