દિલ્હીના મયૂર વિહાર ફેઝ-2 સ્થિત લવલી હેરિટેજ સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરતી 9 વર્ષની વિદ્યાર્થિની બુધવારે સવારે પીટી પીરિયડ પૂરો થયા બાદ ક્લાસરૂમમાં ઊભી ઊભી અચાનક ફર્શ પર ઢળી પડી હતી. ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકની આશંકા છે, જ્યારે પરિવારે સ્કૂલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
દિલ્હીમાં ધોરણ-3ની વિદ્યાર્થિનીનું ક્લાસરૂમમાં અચાનક પડી જતાં મોત
Source: Gujarat First