દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે જંતર-મંતર ખાતે વાર્ષિક સરેરાશ 1,300થી વધુ વિરોધ પ્રદર્શનો થાય છે, જ્યારે તેની ક્ષમતા માત્ર 1,500 લોકોની છે. પોલીસ કમિશનર અનુરાગ કુમારના સોગંદનામામાં 3-4 કિમી ત્રિજ્યામાં 78 દૂતાવાસ, 99 કેન્દ્ર સરકારી કચેરીઓ અને રોજ 1.46 લાખ લોકોની અવરજવરનો ઉલ્લેખ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વૈકલ્પિક સ્થળ શોધવા ઉચ્ચ-સ્તરીય સમિતિ રચી છે.
જંતર-મંતર પર વિરોધ સ્થળ બદલવાની કવાયત, દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આંકડા રજૂ કર્યા
Source: Akila News