અમદાવાદમાં દિવાળી પહેલાં AMCના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું, જેમાં નારણપુરાની ભજીયા-પકોડાની દુકાનમાં તેલનું TPC 27.5 જણાતાં અને વટવાના ભારત ફૂડ એકમના સોસના ત્રણ નમૂના અપ્રમાણિત થતાં બંને સીલ કરાયા. ચાર દુકાનોને ટેસ્ટિંગ કિટ ન હોવા બદલ કુલ 40 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો. 18 એકમોમાંથી 23 નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે.
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા, 2 એકમ સીલ
Source: Mantavya News