ઈરાને ભારત, ચીન, ઈરાક અને કતારનાં વેપારી જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પરના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. ઈરાની સાંસદ અમીર હયાત મુકદ્દમના જણાવ્યા અનુસાર ભારતને આ છૂટ દવાઓની આયાત સરળ બનાવવા માટે આપવામાં આવી છે. ભારત તેની 90 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, જેમાંથી લગભગ 30 ટકા હોર્મુઝ મારફતે આવે છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પરના પ્રતિબંધમાં ઈરાને છૂટ આપી
Source: Mantavya News