રાજકોટ નજીક શાપર વેરાવળના કોરાટ ચોક પાસે કલ્પવન સોસાયટીમાં ભોલે પાનની કેબિન પર પાંચ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી નાસી ગયા. દુકાનદાર રેનીશ માણપરીયાનું નિવેદન પોલીસે નોંધ્યું છે અને સીસીટીવીના આધારે આરોપીઓની શોધ ચાલુ છે. આક્રોશમાં આવેલા સ્થાનિકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી, તમામ આરોપીઓની ધરપકડ સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટમાં પાનની દુકાનમાં તોડફોડ, સ્થાનિકોનો પોલીસ મથકે ઘેરાવ
Source: Gujarat First