ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના જગતપુર ગામમાં પતિએ ચારિત્ર્યની શંકાને કારણે 30 વર્ષીય પત્ની સોનમને ખુરશી સાથે બાંધીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે ફરાર આરોપી પતિ સુખબીર સિંહ ઉર્ફે મોનૂની ધરપકડ કરી છે. બંનેના લગ્ન 11 વર્ષ પહેલાં થયા હતા અને બે બાળકો છે. ઘટનાની તપાસ ચાલુ છે.
કન્નૌજમાં પતિએ પત્નીને ખુરશી સાથે બાંધી જીવતી સળગાવી
Source: Akila News