અમદાવાદના ગુરુકુળ રોડ પર એક્સિસ બેંકના બ્રાન્ચ મેનેજર મિહિર શર્માએ દારૂના નશામાં કાર ચલાવી એક્ટિવાને ટક્કર મારી હોવાનો આક્ષેપ છે. ટક્કર બાદ એક્ટિવા કારમાં ફસાઈ ગયું હતું, જેને દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી ઢસડવામાં આવ્યું હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોએ કાર ઘેરીને આરોપીને પોલીસને હવાલે કર્યો; કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
અમદાવાદમાં નશામાં કાર ચલાવનાર એક્સિસ બેંક મેનેજર સામે આક્ષેપ
Source: Gujarat First