બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ શુક્રવારે દિલ્હીની એડિશનલ સેશન્સ કોર્ટ સમક્ષ ૨૦૦ કરોડ રૂપિયાના ખંડણી કેસમાં સાક્ષી તરીકે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ડિસેમ્બર ૨૦૨૦માં ચેન્નાઈની ચેરિટી ઇવેન્ટ માટે તેમને રોકડ ફી મળી નહોતી, પરંતુ મુસાફરી, હોટેલ અને મેકઅપનો ખર્ચ આયોજકોએ કર્યો હતો. કોર્ટે તેમને ૩૦ નવેમ્બરે ફરી હાજર થવાનો આદેશ આપ્યો છે.
નોરા ફતેહી ૨૦૦ કરોડ ખંડણી કેસમાં સાક્ષી તરીકે હાજર
Source: Akila News