મુંબઈમાં અમિતાભ બચ્ચનના 'જલસા' બંગલા, બોમ્બે હાઈકોર્ટ, BSE અને વરલી રેસકોર્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈમેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ છે તેની તપાસ ચાલી રહી છે. બોલિવૂડ કલાકારોને ધમકીના વધતા બનાવો વચ્ચે આ ઘટના ચિંતા વધારે છે.
અમિતાભ બચ્ચનના જલસા સહિત બોમ્બે હાઈકોર્ટને બોમ્બ ધમકી
Source: Mantavya News