મુન્દ્રા પોર્ટ પર DRIએ અખાતી દેશોથી આવેલા 18 શંકાસ્પદ કન્ટેનર અટકાવ્યા છે. પ્રાથમિક તપાસમાં ત્રણ કન્ટેનરમાંથી કરોડો રૂપિયાની ઇમ્પોર્ટેડ સિગારેટ મળી આવી છે. કન્ટેનરો દિલ્હીના તુઘલકાબાદ મોકલવાના હતા. DRIએ અમદાવાદ અને દિલ્હીના બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
મુન્દ્રા પોર્ટ પર DRIનું ઓપરેશન, 18 કન્ટેનર અટકાયતમાં
Source: Akila News