અમરેલીના લીલીયા પંથકમાં ગરીબો માટેના રેશનિંગ ચોખાની ગેરકાયદે હેરાફેરી પકડાઈ. પોલીસે લીલીયાથી દામનગર જતા માર્ગે નાકાબંધી કરી બોલેરો પિકઅપમાંથી તાળપત્રી નીચે છુપાવેલી 60 બોરી ચોખા જપ્ત કરી. સાવરકુંડલાના શાહરૂખ પોપટિયા અને વિશાલ ગોહિલ સામે ગુનો નોંધાયો છે. કુલ 5.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
અમરેલીમાં 60 બોરી રેશનિંગ ચોખા સાથે બે ઝડપાયા
Source: Gujarat First