કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ કાળીઘાટ સ્થિત નિવાસસ્થાન પર શનિવારે વહેલી સવારે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો થયાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે રાત્રે લગભગ બે વાગ્યે થયેલા આ હુમલામાં તેમના બે સાથીદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભાજપ નેતા દિલીપ ઘોષે આરોપોને નકારીને ઘટનાને નાટક ગણાવ્યું છે.
અભિષેક બેનર્જીના ઘર પર હુમલાનો આરોપ, ભાજપે નકાર્યો
Source: Akila News