ગુજરાતના ઉત્તર ગુજરાત, ભાલ પંથક અને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં દિવાળીની રાત્રે શેરડીના સાંઠા પર દીવો પ્રગટાવીને 'મેરાયું' ઉજવવાની પ્રાચીન પરંપરા જળવાઈ છે. યુવાનો ગામના દરેક ઘરે જઈ ગીતો ગાય છે અને તેલ પુરાવે ત્યાં સુધી ગીત ચાલુ રહે છે. આ જ્યોત પશુઓને બતાવવાથી રોગચાળો દૂર રહેવાની આસ્થા છે.
દિવાળીએ ગુજરાતમાં 'મેરાયું' પ્રગટાવવાની પરંપરા
Source: Chitralekha Gujarati