બાવળા-અમદાવાદ હાઇવે પરના ઔદ્યોગિક વિસ્તારમાં લિમેક કંપનીની ચોકલેટ ફેક્ટરીના ત્રીજા માળે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર્ડબોર્ડ પેકિંગને કારણે આગ ઝડપથી ફેલાઈ જતાં ચાર ફાયર ટીમોએ બે કલાક સુધી એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. કૂલિંગ દરમિયાન ત્રીજા માળેથી મધ્યપ્રદેશના એક મજૂર યુવકનો બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટની શક્યતા સાથે તપાસ ચાલુ છે.
બાવળા-અમદાવાદ રોડ પર ચોકલેટ પ્લાન્ટમાં આગ, એકનું મોત
Source: Aajkaal Gujarati