નાની દિવાળી નિમિત્તે અયોધ્યામાં સરયુ નદીના 56 ઘાટ પર 30 લાખથી વધુ દીવડા પ્રગટાવી નવો રેકોર્ડ બનાવવાની તૈયારી પૂરી થઈ છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. 2,100 બટુકની મહાઆરતી, 2,100 ડ્રોન શો, લેસર અને આતશબાજી મુખ્ય આકર્ષણ રહેશે.
અયોધ્યામાં 30 લાખ દીવડા પ્રગટાવી નવો રેકોર્ડ
Source: Aajkaal Gujarati