ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હંગુ જિલ્લાની દોઆબા તહસીલના જદીદ બાંદા વિસ્તારમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં 2થી 12 વર્ષની ચાર બાળકીઓના મોત થયા છે. બચાવ ટુકડીઓએ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અલગ ઘટનામાં ગિલગિટની મિયાં કોલોનીમાં જૂનું મકાન ધરાશાયી થતાં એક મહિલા અને એક બાળકનું મોત થયું, ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનમાં જર્જરિત મકાનની છત ધરાશાયી, 4 બાળકીઓના મોત
Source: Aajkaal Gujarati