ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે સ્ટેશન પાસે 6 ઓગસ્ટે જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 32 વર્ષીય અશોક ગુર્જરનો મોબાઈલ ઝૂંટવાયો હતો. આંચકામાં તે ટ્રેનમાંથી નીચે પટકાયા અને ઘસડાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસ CCTV ફૂટેજના આધારે બે શંકાસ્પદોની શોધ કરી રહી છે.
પાનોલીમાં ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ઝૂંટવાતા મુસાફરનું મોત
Source: Gujarat Mitra