મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આકલિયા ગામમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકીનું મોત થયું છે. આરોગ્ય તંત્રએ ગામમાં ડોર-ટુ-ડોર સર્વે, દવાનો છંટકાવ અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલિયાએ મૃતકના ઘરે પહોંચી પરિવારને સાંત્વના આપી હતી.
મહીસાગરમાં ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત, આરોગ્ય તંત્ર એલર્ટ
Source: Aajkaal Gujarati