વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં અષાઢી અમાસે દિવાસા પર્વ ઉજવાયો. કપરાડા, ધરમપુર, પારડી અને ઉમરગામમાં ઢિંગલા-ઢિંગલી પૂજન અને પ્રતીકાત્મક લગ્ન કરાયાં. ધરમપુરમાં નાળિયેર ટપ્પા દાવની રમત રમાઈ. આ પરંપરા પ્રકૃતિપ્રેમ અને અનિષ્ટ નિવારણ સાથે સંકળાયેલી છે.
વલસાડમાં દિવાસા પર્વની ભવ્ય ઉજવણી, પરંપરાગત રીતો નિભાવી
Source: Gujarat Samachar