આસામના સિવસાગર જિલ્લામાં પૂરના પાણીએ ઘર ઘેરી લેતાં 97 વર્ષીય લોકડા દુઆરાને પરિવારે કેળના થડના તરાપા પર બેસાડીને સલામત સ્થળે પહોંચાડ્યાં. રાજ્યમાં પૂરથી 100થી વધુ લોકોના મોત થયાં છે, 25 જિલ્લામાં 12 લાખ લોકો અસરગ્રસ્ત છે અને 252 રાહતશિબિરોમાં 75,000થી વધુ લોકોએ આશ્રય લીધો છે.
આસામના પૂરમાં 97 વર્ષીય મહિલા કેળના થડ પર બચી
Source: BBC Gujarati