નર્મદા-સુરત સરહદે સાગબારા-ઉમરપાડામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન સાત દિવસથી ચાલુ છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ધરણા કર્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પક્ષપાતી વલણનો આરોપ લગાવ્યો છે. આંદોલનકારીઓએ હક્ક ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચેતવણી આપી છે.
જંગલ જમીન મુદ્દે આદિવાસીઓનું આંદોલન સાત દિવસે પણ ચાલુ
Source: Gujarat Samachar