અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો રોકવા 7 ઝોનમાં 1320 સ્થળોની તપાસ કરી, 346 એકમોને નોટિસ આપી 9.77 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો. દેવાંશી આર્કેડ સીલ કરાયું, જ્યારે સુમેલ બિઝનેસ પાર્ક, ઓઢવની ડી માર્ટ સહિતના એકમોમાં મચ્છર બ્રિડિંગ મળ્યું. આ વર્ષે મલેરિયા-ડેન્ગ્યુના કેસ ઘટ્યા છે.
AMCનું મેગા ચેકિંગ: 346 એકમોને નોટિસ, 9.77 લાખનો દંડ
Source: Gujarat Samachar