સેલવાસના રખોલી બ્રિજ પરથી બુધવારે બપોરે બે સગીર પિતરાઈ બહેનોએ 50-60 ફૂટ નીચે નદીમાં છલાંગ લગાવી હતી. એકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બીજીને નમો હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારે લગ્નની સંમતિ આપી હોવા છતાં આ પગલું ભર્યું હોવાથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સેલવાસમાં પિતરાઈ બહેનોએ પુલ પરથી છલાંગ લગાવી, એકનું મોત
Source: Gujarat Samachar