અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) EWS અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવાયેલા મકાનોની વ્યાપક તપાસ કરશે. તમામ ઝોનની ટીમો એકસાથે ચેકિંગ કરશે, જેમાં લાભાર્થી પોતે રહેતો ન હોય, ભાડે આપ્યું હોય કે વેચી દીધું હોય તો નોટિસ બાદ સીલિંગ સુધીની કાર્યવાહી થશે. આ ઉપરાંત, અરજીમાં જાતિ કેટેગરીની ભૂલ સુધારવા માટે SMS/WhatsApp સૂચના પણ શરૂ કરાશે.
AMC દ્વારા EWS આવાસ યોજનાના મકાનોની મેગા તપાસ શરૂ
Source: Gujarat Samachar