અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ શહેરની તમામ 11,123 હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં રસોડામાં CCTV કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે, જેનું લાઈવ ફિડ ગ્રાહકો જોઈ શકશે. નવા નિયમોમાં સ્વચ્છતા, કલર કોડ અને તેલના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકાયો છે. તપાસમાં 5 એકમો સીલ કરાયા છે, અને વારંવાર નિયમભંગ કરનારાઓનું લાયસન્સ રદ કરાશે.
અમદાવાદની 11,123 હોટલોમાં કિચન CCTV ફરજિયાત
Source: Gujarat First