મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે ગ્રામ પંચાયતે 5 અને 10 રૂપિયાનાં ફૂડ પૅકેટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. દુકાનદારોને નોટિસ આપીને 16 ઑગસ્ટથી વેચાણ બંધ કરવા જણાવાયું છે. ઉલ્લંઘન કરનારને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દુકાનદારોએ આ નિર્ણયને આવકાર્યો છે.
ડાવોલ ગામે 5-10 રૂપિયાના નાસ્તાનાં પડીકાં પર પ્રતિબંધ
Source: BBC Gujarati