ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22-24 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. IOD પોઝિટિવ રહેવાથી નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને પાંચમાથી દસમા નોરતા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, જે ગરબા આયોજકો માટે ચિંતાનો વિષય છે.
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, નવરાત્રીમાં વરસાદની શક્યતા
Source: Zee 24 Kalak