નવરાત્રિ નજીક આવતાં સોશિયલ મીડિયા પર 'ગરબા પાર્ટનર ભાડે મેળવો'ની જાહેરખબરો વાઇરલ થઈ છે, જેમાં 1,000થી 6,000 રૂપિયા સુધીની ચુકવણી અને ગોલ્ડ, સિલ્વર, પ્લૅટિનમ પ્લાનની ઑફર છે. અમદાવાદ સાયબર ક્રાઇમનાં ડીસીપી ડૉ. લવિના સિંહાએ આવી પોસ્ટમાં ન લલચાવવા અને ડિજિટલ ફ્રૉડથી સાવધ રહેવા ચેતવણી આપી છે. ઠગાઈ થાય તો 1930 પર સંપર્ક કરવા જણાવાયું છે.
નવરાત્રિ પહેલાં 'ગરબા પાર્ટનર ભાડે' પોસ્ટ પર પોલીસની ચેતવણી
Source: BBC Gujarati