ઉત્તર અમેરિકાના શુષ્ક રણમાં જોવા મળતું કાંગારુ રેટ નામનું નાનું ઉંદર જેવું પ્રાણી આખી જિંદગી એક ટીપું પાણી પીધા વગર જીવી શકે છે. તે છોડના મૂળમાંના ભેજમાંથી પાણીની જરૂરિયાત પૂરી કરે છે અને ખોરાક પણ ત્યાંથી જ મેળવે છે. તેની ખાસ કિડની ભેજનો કાર્યક્ષમ ઉપયોગ કરે છે. કાંગારુ જેવા પાછળના પગ અને લાંબી પૂંછડીને કારણે તેને આ નામ મળ્યું છે.
કાંગારુ રેટ: આખી જિંદગી પાણી પીધા વગર જીવતું પ્રાણી
Source: News18 Gujarati