ભરૂચના નેત્રંગની વનદેવી આશ્રમશાળામાં રહેતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરાયાનો આક્ષેપ સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ ફોન પર માતાને ઘટનાની જાણ કરતાં માતાએ શાળાના શિક્ષકોને માહિતી આપી, જેઓએ પોલીસને જાણ કરી. નેત્રંગ પોલીસે આરોપી વસંત વસાવાને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
નેત્રંગ આશ્રમશાળામાં વિદ્યાર્થીની સાથે અડપલાંનો આક્ષેપ, આરોપી જેલમાં
Source: VTV Gujarati