રાજકોટની 80 વર્ષીય મહિલા ગાયનેકોલોજિસ્ટને સાયબર ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા. ઠગોએ મની લોન્ડરિંગના આરોપમાં ફસાવવાની ધમકી આપીને RTGS મારફતે ₹58.50 લાખ પડાવી લીધા. વધુ ₹21.50 લાખ ટ્રાન્સફર કરવા બેંક પહોંચેલા વૃદ્ધની ગભરાયેલી હાલત જોઈ બેંક કર્મચારીઓને શંકા ગઈ અને સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી, જેથી પોલીસે તેમને મુક્ત કરાવી વધુ રકમનું ટ્રાન્સફર અટકાવ્યું.
રાજકોટમાં 80 વર્ષીય મહિલા ડોક્ટર 4 દિવસ ડિજિટલ અરેસ્ટ, ₹58.50 લાખ પડાવ્યા
Source: News18 Gujarati