ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-કોડીનાર હાઇવે પરના સુંદરપરા ટોલ પ્લાઝા ખાતે ટોલ ટેક્સ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શિવમ ટ્રાન્સપોર્ટના ટ્રકોએ ટોલ ચૂકવવાનો ઇનકાર કરતાં ટોલ મેનેજરની કારને ત્રણ કારમાં આવેલા 15-16 શખ્સોએ આંતરી ધોકા-પાઇપ વડે હુમલો કરી તોડફોડ કરી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુત્રાપાડા પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
સુંદરપરા ટોલ પ્લાઝા પર મેનેજર પર જીવલેણ હુમલો
Source: Gujarat First