ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં લોટના હોલસેલ વેપારી સંજયકુમાર નટવર પટેલને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી 'Invitation Card' અને 'GB Instagram APK File' મોકલવામાં આવી હતી. શંકાસ્પદ APK ફાઇલ ખોલ્યા બાદ તેમના મોબાઇલ સાથે ચેડાં થયા અને બે દિવસમાં તેમના HDFC બેંક ખાતામાંથી કુલ રૂ.6,18,975 ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા. વેપારીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે અને ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી છે.
ગાંધીનગરમાં વેપારીને વોટ્સએપ APK ફાઇલ ખોલવી ભારે, 6.18 લાખ સેરવાયા
Source: Mantavya News