સુરતના ઈચ્છાપોરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકીની માતાના પરિચિત મનીષ પરશુરામ રાયે ઘરમાં એકલતાનો લાભ લઈ આ ગુનો આચર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ લોકઅપમાં આરોપીએ પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે સમયસર બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો
Source: Mantavya News