જામનગર પોલીસની નવરાત્રિમાં ડ્રોનથી આકાશી નજર

જામનગર પોલીસની નવરાત્રિમાં ડ્રોનથી આકાશી નજર

જામનગરમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસે નાઇટ વિઝન ડ્રોન કેમેરાથી દેખરેખ શરૂ કરી છે. સિટી-એ ડિવિઝન પોલીસે ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ, એસટી બસ ડેપો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સર્વેલન્સ કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા આ પગલું લેવાયું છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies