સુરતના મક્કાઈપુલ પાસે મકનજી પાર્ક નજીક રસ્તા પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી મોપેડ અથડાતાં 16 વર્ષીય કિશન પ્રભુનાથ પ્રજાપતિનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. ગોરખપુર મૂળના આ કિશોરનો પરિવાર સુરતમાં ચૌટા બજાર વિસ્તારમાં રહે છે અને તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. રાંદેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતમાં ટ્રક સાથે મોપેડ અથડાતાં ધોરણ 10 ના વિદ્યાર્થીનું મોત
Source: Gujarat First