વડોદરાના સેવાસી રોડ પર રહેતા પારેખ પરિવારનો આફ્રિકન ગ્રે પેરોટ 'લડ્ડુ' ચાર દિવસ પહેલા ગુમ થયો છે. પરિવારે તેને હેમખેમ શોધી આપનારને રૂપિયા એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. જેસિકા પારેખે પોપટની સંભાળ માટે નોકરી છોડી હતી અને હવે અન્ન પણ લેતા નથી. પોપટની ઓળખ આંખ પાસેના નિશાન, ચાંચ પરના ચિહ્ન અને પગની રિંગથી થશે.
વડોદરામાં પોપટ ગુમ, શોધનારને 1 લાખનું ઈનામ
Source: Aajkaal Gujarati