ઈરાનની રાજધાની તેહરાનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાની ધમકી સાથેના વિશાળ જાહેર બોર્ડ લગાવાયા છે. એન્ઘેલાબ ચોકમાં લગાવેલા બોર્ડમાં ટ્રમ્પને જેલના સળિયા પાછળ દર્શાવાયા છે. અન્ય બોર્ડમાં ટ્રમ્પ, ઉપપ્રમુખ જે.ડી. વેન્સ, રાજદૂત સ્ટીવ વિટકોફ અને નેતન્યાહૂને લોહીથી ખરડાયેલા દર્શાવાયા છે. આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં અમેરિકા સામે રોષ વધ્યો છે.
તેહરાનમાં ટ્રમ્પ વિરોધી વિશાળ હોર્ડિંગ્સ લાગ્યાં
Source: Aajkaal Gujarati