અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સાણંદ સુધીનો એલિવેટેડ કોરિડોર 9 નવેમ્બરે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ માર્ગનું લોકાર્પણ કરશે. ₹464 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ કોરિડોર સિગ્નલમુક્ત મુસાફરી આપશે, જેથી પશ્ચિમ અમદાવાદના ટ્રાફિકજામમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે.
ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર 9 નવેમ્બરે ખુલશે
Source: Gujarat First